Browsing Tag

Fiction

Story

Earth 0.0

on
February 21, 2016
આજે પ્રથમ વખત સવારે વહેલા ઉઠવામાં મને મોડું થયું હશે પરતું એ મારી ચિંતાનું કારણ ન હતું, આંખો સામે તીવ્ર પ્રકાશ હતો, શ્વાસ લેવામાં મને તકલીફ પડી રહી હતી, માથાનો દુઃખાવો અને હું જમીન પરથી ઉઠવા માટે પણ અસમર્થ હતો. મારા શરીરને નાના દોરાઓ વડે જકડી રાખ્યું હોય એવો અનુભવ થઇ રહ્યો હતો. સખત ગરમીના કારણે શરીરનું પાણી પરસેવો બની રહ્યું હતું અને તીવ્ર પ્રકાશના કારણે હું નજીક પડેલી વસ્તુઓ પણ જોઈ શકતો ન હતો. મેં ઉભા થવાની કોશિશ કરી પરંતુ શ્વાસ લેવાની તકલીફના કારણે શરીરમાં એટલી શક્તિ બચી ન હતી. મારી હલન-ચલન જોઈ કોઈએ રૂમની તમામ બારીઓ બંધ કરી અને આખો આગળથી પ્રકાશ દુર થયો.